30th
January
2009
તો કલમ બોલે
તો કલમ બોલે કોયલ ટહુકે ને વસંત ફુલે ઝુલે, તો કલમ બોલે આકાશ ના અમી ને ધરા ઝીલે, તો કલમ બોલે દિલને તે વાત કહેવી હોય ઘણી પણ હોઠ ન બોલે, તો કલમ બોલે આંતકવાદીઓ ગોળીઓ વરસાવે નિર્દોષો પર ને તોય તોપચીઓ તોપ ન સમાલે, તો કલમ બોલે ગરીબી, બેકારી, મોંઘવારી, લાંચ-રુશ્વત ને ભ્રષ્ટાચાર ને માનવી ને લાચારી ધેરી લે, તો કલમ બોલે - પ્રવિણ કે.શ્રીમાળી
posted in ગઝલ | 2 Comments
