કલમ પ્રસાદી

દિલની લાગણી કલમ દ્વારા કાગળ પર ઊતરી, ને વહેંચી મેં તમારા માં, ત્યારે તે બની કલમ પ્રસાદી

સ્વાગત તથા પરિચય

Pravinbhai

મારા વિશે

પરીચય છે મંદિર માં દેવોને મારો

અને મસિજદોમાં ખુદા ઓળખે છે

નથી મારું વ્યકિત્તવ છાનું કોઈ થી,

તમારા પ્રતાપે બધા ઓળખે છે

– શૂન્ય પાલનપુરી

મારા આ દ્રિતિય ગુજરાતી બ્લોગ માં આપણું દિલથી સ્વાગત છે.નાનપણથી જ વાંચન અને લેખનનો મને શોખ રહ્યો છે, વ્યવસાયે વકીલ અને ‘યુવા રોજગાર’ નામના પાક્ષિક અખબાર નો તંત્રી છું. પરંતુ મને ગુજરાતી સાહિત્ય માં પહેલે થી જ રસ અને રુચિ રહ્યાં છે. મારા ઘણી ખરી કૃતિઓ ‘સમભાવ’, સંદેશ, રખેવાળ, નગર સંદેશ વિગેરે જેવા અખબારો માં તથા અખંડ આનંદ, સખી, હિન્દુ મિલન મંદિર, ચાહના, શબ્દ સૃષિટ, આરપાર વિગેરે ઘણાં બધા સામયિકો માં પ્રગટ થયેલ છે.

હું ગુજરાત નાં પાટણ જિલ્લા ના સિદ્ધપુર શહેર નો પણ હાલ માં ‘કચ્છ’જિલ્લા ના આદિપુર માં રહું છું.આ’કલમ પ્રસાદી’ ને બ્લોગ સ્વરુપે અહીં આપ સમક્ષ પ્રસ્તૃત કરતાં ઘણો જ આનંદ અનુભવું છું.  આ મારા બ્લોગમાં મારી પોતાની રચેલ રચનાઓ કાવ્યો, ગઝલો, વાર્તાઓ,નવલિકા,નવલકથા વિગેરે ઉપરાંત કંઇક નવું જ પીરસ્સે જેવું કે કેરિયર, અભ્યાસ, એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ, પણ ખરાજ. સાથે અન્ય વિભાગ જેવા કે શેર શાયરી નો રસાસ્વાદ ‘મહેફિલ’ માં અને ‘હાસ્ય” નો જોકસ તથા કાર્ટુન વિભાગ માં માણશો.અને હા આપણાં અમૂલ્ય પ્રતિભાવો મોક્લવવાનું ભુલતાં નહીં.

તમારો મિત્ર,

પ્રવિણ કે.શ્રીમાળી ના વંદન


[maola : premshrimali47@gmail.com

maara blaaoga ; http://kalamprsadi.blog.co.in

http://yuvarojagar.gujaratiblogs.com/

There are currently 4 responses to “સ્વાગત તથા પરિચય”

Why not let us know what you think by adding your own comment! Your opinion is as valid as anyone elses, so come on... let us know what you think.

  1. 1 On June 14th, 2009, મહેશ બાવળિયા said:

    વાહ્…..!!!!!!!!!!!!!

    સાહેબ મને તમારો બ્લોગ ખુબજ ગમ્યો છે.

    કેરિયર, અભ્યાસ, એડમિશન,પર્સનાલિટી ડેવલોપમેન્ટ,

    જેવુ ઘણુ બધુ પીરસો છો.

    સાહેબ મે પણ ગુજરતી સાહીત્ય ને કંઇક આપવા ના હેતુ થી બ્લોગ ચાલુ કર્યો છે.

    સાહેબ આપ મને તમારો ફોન નંબર મને મેઇલ કરશો. તો આપની પાસે થી
    ફોન ઉપર માર્ગદર્શન મેળવવુ ગમશે…

  2. 2 On June 27th, 2009, મહેશ બાવળીયા said:

    સાહેબ
    તમે મને માર્ગદર્શન આપ્યુ એ બદલ આભાર
    મે તે પ્રમાણે ફેરફાર કરવાના પ્રયત્નો કર્યા છે.

    સાહેબ એક વાત કહેવાની બાકી રહી ગઈ હતી,
    મારી લાગણી કાગળ ઉપર નથી આવી શકતી……..

    બ્લોગ પર જે ગજલો છે તે જયંત ડાંગોદરા ‘સંગીત’ સાહેબ ની છે.

    “”"”"”"” આભાર “”"”"”

  3. 3 On July 10th, 2009, rahul said:

    હેલો સાર મને મારા બ્લોગ મા સિખ આપો

  4. 4 On February 18th, 2010, "માનવ" said:

    જય શ્રી ક્રુષ્ણ

    પ્રવિણભાઇ ખુબ જ નવતર પ્રયાસ છે આપનો…..

    તમારી ઓળખાણ આપી એ બદલ આભાર..

    તમારી રચનાઓ ખુબ જ સરસ છે,

    મને એવું લાગે છે કે મારે પણ મારી ઓળખાણ આપવી જોઇએ..

    મારું નામ જીજ્ઞેશ પારેખ “માનવ” છે.

    વ્યવસાયે કોમ્પ્યુટર એન્જીનીયર છું પણ

    અત્યારે વોડાફોન એસ્સાર ગુજરાત લી. માં જોબ કરું છું.

    ઓરકુટ માં મારી એક કોમ્યુનિટી છે જેનું નામ છે.

    “છેલછબીલો ગુજરાતી”

    આ ગ્રુપ ગુજરાતી ભાષા અને ગઝલો ને વીશ્વસ્તરે
    લાવવા ઇચ્છે છે.

    અને કરે પણ છે.

    “માનવ”

Leave a Reply

Powered By Indic IME