કલમ પ્રસાદી

મરી પરવારી

5th June 2009

મરી પરવારી

posted in કાવ્યો |
મરી પરવારી

 

 

ખુરશી ની ખેંચતાણી ને સત્તાની સાંઠમારી છે
હડીયો કાઢતી મોંઘવારી ની હાડમારી છે


આંતક ને આતમ નો આલમ છે
બંદુક ની ગોળીએ વીંદ્યાતી ચીસોની ચિત્કારી છે


લાશો ના ઢગ ખડકી દેવાય છે, દેશનો ટુકડો લેવા
સુલેહથી સુલઝાવાની નાપાકની કયાં સમજદારી છે


નૌકરી ની શોદ્યમાં ભટકે છે દરબદર બેકારો
શનિ ની બેઠી પનોતીની સાડાબારી છે


ટેબલે – ટેબલે છે લાગવગશાહી
લાંચિયાઓની તાનાશાહી ની અમલદારી છે


કમર તોડતાં નિત્ય નવા વેરા ન કરવેરા
અમલદારો ને રાજકારણઓની દિવાળી પરભારી છે


ભૂખમરો ને દારુણ ગરીબીની દબાતી ચીસ
પણ બહેરાકાન ને જાડી ચામડીની અલગારી છે


દ્યૂણતી અંદ્યશ્રદ્વા ને વસ્તીનો વિસ્ફોટ
ભભૂકી ઊઠે તેવી સમસ્યઓની ચિનગારી છે


હાથ પર હાથ રાખી ઠાલા વચનો નો બેઠો બાદશાહ
તેને કટકી ને કૌભાંડોથી ભરી દીદ્યી આલમારી છે


‘પ્રવિણ’ ટેવાઈ ગયા જીવવાનું ઉછીના શ્વાસ લઈને
તેથી જ ખમીર ને ખુમારી લોકો માં મરી પરવારી છે

 

- પ્રવિણ કે.શ્રીમાળી

There are currently 2 responses to “મરી પરવારી”

Why not let us know what you think by adding your own comment! Your opinion is as valid as anyone elses, so come on... let us know what you think.

  1. 1 On June 22nd, 2009, અમૃતગિરિ ગોસ્વામી said:

    સરસ રચના છે. ખુરશીનો મોહ, આતંકવાદ, પડોશી દેશોના સંબંધો, બેકારી, અમલદારશાહી, કરવેરા, ગરીબી, જાડી ચામડીના રાજકારણીઓ, કૌભાંડો, જીવન જીવવાની ખુમારીની ઊણપ વિ. નો સમન્વય પ્રસંશાને પાત્ર છે.
    ખૂબ ખૂબ અભિનંદન.
    અમૃતગિરિ ગોસ્વામી
    http://amritgirigoswami.gujaratiblogs.com/

  2. 2 On September 7th, 2009, Bhavin said:

    Namaskar,

    I am a new user of Gujaratiblog. Randomly checking other blogs I checked your link. Some of your compositions are great and I liked them. I started one blog but as I am new I have just written 2-3 lines and left it as it is. It will take some time to adjust typing skills in Gujarati. Further I want to know how can we change the themes of our blog. One I saw in your pages. Whatever, please suggest me some basic tips using this gujarati blogs and hope to receive good posts from you in future.

Leave a Reply

Powered By Indic IME