કલમ પ્રસાદી

તો કલમ બોલે

30th January 2009

તો કલમ બોલે

posted in ગઝલ |


તો કલમ બોલે
 
કોયલ ટહુકે ને વસંત ફુલે ઝુલે, તો કલમ બોલે
આકાશ ના અમી ને ધરા ઝીલે, તો કલમ બોલે
 
દિલને તે વાત કહેવી હોય ઘણી
પણ હોઠ ન બોલે, તો કલમ બોલે
 
આંતકવાદીઓ ગોળીઓ વરસાવે નિર્દોષો પર
ને તોય તોપચીઓ તોપ ન સમાલે, તો કલમ બોલે
 
ગરીબી, બેકારી, મોંઘવારી, લાંચ-રુશ્વત ને ભ્રષ્ટાચાર
ને માનવી ને લાચારી ધેરી લે, તો કલમ બોલે
 
                                  - પ્રવિણ કે.શ્રીમાળી

There are currently 2 responses to “તો કલમ બોલે”

Why not let us know what you think by adding your own comment! Your opinion is as valid as anyone elses, so come on... let us know what you think.

  1. 1 On June 23rd, 2009, અમૃતગિરિ ગોસ્વામી said:

    સાચે જ હકિકત છે કે જ્યારે જેમણે પ્રતિકાર કે પ્રતિસાદ આપવો જોઈએ તે ન આપે ત્યારે કવિની કે લેખકની કલમ અવાજ કર્યા વગર પણ ઘણો મોટો પડઘો પાડવા સમર્થ છે.
    અમૃતગિરિ ગોસ્વામી

  2. 2 On June 25th, 2009, yuvarojagar said:

    કલમમાં તલવારની ધાર કરતાં પણ વધુ વેધકતાં રહેલી છે .
    ગોસ્વામીજી, ખુબ-ખુબ આભાર!

Leave a Reply

Powered By Indic IME