કલમ પ્રસાદી

દિલની લાગણી કલમ દ્વારા કાગળ પર ઊતરી, ને વહેંચી મેં તમારા માં, ત્યારે તે બની કલમ પ્રસાદી

12th July 2009

મારો બ્લોગ “કલમ પ્રસાદી” પણ હવે વર્ડપ્રેસ પર

તમારા જેવા મિત્રોની સલાહ અને સુચન થી હવે મેં મારો અને તમારો ચાહીતો બ્લોગ “યુવા રોજગાર“વર્ડપ્રેસ પર શરૂ કરેલ છે. તેથી હવે પછી ની નવી દરેક પોસ્ટ તેના પર જોવા મળશે. આપણે હવે પછી મારા આ નવા બ્લોગની નીચેની લીંક પર મળીશું. તમને વિનંતી છે કે હવે પછી તમારા અમૂલ્ય પ્રતિભાવો તથા સુચનો આ નવા બ્લોગ પર આપશો.

સહકાર બદલ તમારો ખુબ-ખુબ આભાર.

મારા બ્લોગની લીંક ;

તથા મારો બ્લોગ  “કલમ પ્રસાદી” પણ હવે વર્ડપ્રેસ પર                                        http://kalamprasadi.wordpress.com

તથા મારો બીજો બ્લોગ 

“યુવા રોજગાર

http://pravinshrimali.wordpress.com

તમારો મિત્ર,

પ્રવિણ કે.શ્રીમાળી

Editor : “યુવા રોજગાર

posted in Uncategorized | 0 Comments

25th June 2009

ઝીલ્યો વરસાદ

                 ઝીલ્યો વરસાદ

   લ્યો અમે મૌસમનો પહેલો  ઝીલ્યો વરસાદ

        સુકી ધરાની તરસે ઝીલ્યો વરસાદ 

 
     ભીની-ભીની યાદો ને લઈને આવી મહેંક
 તન તરબોળ – મન બોળા બોળ ઝીલ્યો વરસાદ
 
            યાદ આવી તેમની ને આંખો એ
          પાંપણૉ નાં નેજવે ઝીલ્યો વરસાદ
 
       હું ને તું દૂર તોય બંધાયેલાં ત્યારથી,
જયારે આપણે મૌસમ નો પહેલો ઝીલ્યો વરસાદ

                                     -પ્રવિણ કે.શ્રીમાળી

       

posted in ગઝલ | 1 Comment

22nd June 2009

જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો…કુચ કરકે દિખાના હૈ !!

જય હો યુવા મહિલા સાંસદોમાં વદ્યારો…કુચ કરકે દિખાના હૈ !!

     પંદરમી લોકસભા નાં પરીણામો ઘણાં ક્રાંતિકારી કહી શકાય, કેમકે લોકસભા માં પહેલી વાર પચાસ કરતાં વદ્યુ મહિલઓ ચૂંટાઈને આવી. આ લોકસભાની ચૂંટણીમાં ૬૧ મહિલઓ ચૂંટાઈને આવી તેમાં ૩૦ મહિલઓ ભણેલી-ગણેલી શિક્ષિત મહિલાઓ ૪૦ વર્ષ કરતાં નીચેની ઉંમરની યુવા સાંસદો છે.આ યુવા મહિલા સાંસદોમા કંઈક કરી બતાવવાનો, સમાજ અને રાષ્ટ્ર્ને પ્રગતિના પંથે આગળ દ્યપાવવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. જો આપણાં ખંઈબદેલા અને રીઢા થઈ ગયેલાં મોટી ઉંમરનાં -ઘરડાં, છતાં ખુરશીનો મોહ જતો નહીં કરનારા રાજકારણઓ રોડ વરચેનાં બમ્પની જેમ પોતાનાં ખાતાં માટે ખેંચાતાણી કરીને આ યુવા મહિલાઓને ખાતાં ના સોંપે તો પણ આ યુવા સાંસદો ચોક્કસ પોતાની કુનેહ અને આવડતથી પોતાના વિસ્તારમાં તો સેવાની મહેંક પ્રસરાવશે જ એમાં કોઈ શક નથી જાણો આ યુવા મહિલઓને અને ગુજરાતી -યુવા ગુજરાતણો માત્ર ગરબા અને દાંડિયાં ખેલવાને બદલે થોડું રાજકારણ પણ ખેલો વિકાસ અને લોકશાહીને બચાવવા માટે !!

(૧). મૌસમ નૂર ;  સૌથી નાની ઉંમરની ૨૭ વર્ષની માસુમ મૌસમ નૂર લઘુમતી સમાજ માટે પ્રેરણાદાયી સાંસદ છે.મૌસમ નૂર રાજનૈતિક કુંટુમ્બમાંથી આવે છે, તેના ચાચા ગની ખાન ચૌદ્યરી કોંગ્રેસનાં દિગ્ગજ નેતા છે તથા તેમની માતા છેલ્લાં વીસ વર્ષથી દ્યારાસભ્ય તરીકે ચૂંટાઈને આવતા, પરંતુ તેમનું મૃત્યું થતાં તેમની જગ્યા એ સોનિયાજીએ એક તક મૌસમનૈ આપતાં, પશ્ર્વિમ બંગાળ ના માલદા (ઉત્તર) ક્ષેત્રેથી ચૂંટાઈને આવી.
અહીં બેરોજગારી એક મોટી સમસ્યા છે અને આ સમસ્યાને સુલઝાવવા અને પોતાની માતાના અદ્યૂરાં વિકાસનાં કાર્યોને પૂરા કરવા મૌસમ નૂર કટિબદદ્ય છે. આ માટે તેને કુટિર ઉદ્યેાગને ઉત્તેજન આપવાનાં યત્નો ચાલુ કરી દીદ્યા છે.

(૨). અગાથા સંગમા ;  ૨૮ વર્ષની અગાથા સંગમા પૂર્વ લેાકસભા અદયક્ષ શ્રી એ.પી.સંગમા ની પુત્રી છે. અને મેઘાલય ની તુરા સીટ પરથી બીજી વાર ચૂંટાઈને આવેલ છે. યુવઓ અને મહિલઓને વદ્યારે સશકત બનાવવાને તથા પૂર્વોત્તર રાજયો અને શેષ ભારત વચ્ચેની ખાઈને મિટાવવા માંગે છે.અગાથા કાનૂની સલાહકાર તરીકે કામ કરી ચૂકી છે.

(૩). શ્રૃતિ ચૌદ્યરી ; ૩૩ વયની શ્રૃતિ સારી વકતા છે. હરિયાણાનાં પૂ.મુખ્યમંત્રી શ્રી બંસીલાલ ચૌદ્યરીની પૌત્રી છે અને તેની માતા કિરણ ચૌદ્યરી હડડા સરકારમાં કેબિનેટ મંત્રી હતા. તેનો સીધો મુકાબલો મંત્રી ઓમપ્રકાશ ચૌટાલા નાં પુત્ર અજય ચૌટાલા સાથે થયો હતો.તેને સીદ્યી માત્ત આપીને ચૂંટાઈ આવનાર શ્રૃતિ નું કહેવું છે કેઃ ‘ વિશેષ યુવઓ અને મહિલઓનાં સાથ-સહકાર મળવાથી તેની જીત થઈ અને તે વિશેષ યુવાવર્ગના ઉત્ત્થાન માટે કામ કરવા માંગે છે. ઓકસફોર્ડ યુનિ.માંથી કાનૂની ડિગ્રી મેળવનાર શ્રૃતિ ઓબામા બરાકથી ઘણી પ્રભાવિત છે અને તેની જેમ કામ કરવા માંગે છે.

(૪). હરસિમરત કૌર ;  ૩૪ વયની હરસિમરત કૌર હાઈપ્રોફાઈલ  બાદલ પરિવારની પુત્રવદ્યુ છે અને તે પંજાબ નાં ભટિંડા ક્ષેત્રેથી ચૂંટાઈને આવેલ છે. આ યુવા સાંસદ નું કામ અને જુંબેશ કાબિલે દાદને પાત્ર છે. ટેક્ષટાઈલ ડિજાઈનીંગ ની ડીગ્રી દ્યરાવતી હરસિમરત કન્યાભ્રૂણ ની થતી હત્યા નાં કલંકને જડથી ઉખેડવા અને આ રાજયમાં પુરુષ-સ્ત્રી ની સંખ્યાનાં તફાવત ને દુર કરવાં મકકમ રીતે કામ કરે છે. તેને માટે તેને ‘નન્હી ચાન ‘નામનો કાર્યક્રમ ચાલુ કર્યો છે અને તેમના પતિ સુખબીર સિંહ બાદલ મુખ્યમંત્રી બનતા આ કાર્યક્રમમાં વેગ આવ્યો છે. ભૂ્રણ હત્યા રોકાવા નાં કામની સાથે તે પર્યાવરણ નાં ક્ષેત્રે પણ કાર્યરત છે. તેને અહીં ની દ્યરતીને હરીર્ભરી હરિયાળી બનાવવાનું પણ બીંડુ ઝડપ્યું છે અને તેનું પણ તે અભિયાન ચલાવે છે.

(૫). મીનાક્ષી નટરાજન ; આમ ભારતીય તરીકે તરતજ યાદ રહી જાય તેવી સીદ્યીર્સાદી ૩૫ વયની મીનાક્ષી નટરાજન ગાંદ્યીજી નાં વિચારોને પોતાના જીવનમાં ઉતારી, પોતે પોતાના આચરણમાં અમલ માં મૂકીને એક જીવંત દ્રષ્ટાંત આપ્યું છે. સામાન્ય દેખાવ અને ખાદી પહેરતી મીનાક્ષી એ ચૂંટણી લડવા માટે પેાતાની પાર્ટી તરફથી મળેલ ભંડોળ નાં પૈસા બચતાં તે પૈસા પાર્ટી ને પરત કરીને એક નવો જ ઈતિહાસ બનાવ્યો છે.
                  અને સૌથી મહત્ત્વની વાત એ છે કે સતત છ વખત ચૂંટાઈને આવતાં તેના સામે ઉભેલાં ઉમેદવાર શ્રી લક્ષ્મીનારાયણ પાંડે ને હરાવ્યાં. કાયદાની ડીગ્રી દ્યરાવતી  મીનાક્ષી બેરોજગારો માટે કામ કરવાં માંગે છે. તનું માનવું છે કે રાજનિતી મની અને મસલ પાવરથી મુકત હોવી જોઈએ.

 

(૬). જયોતિ મિર્દ્યા ;  ૩૬ વયની, વ્યવસાયે ડોકટર પણ દાદા નાથૂરામ મિર્દ્યા ની રાજનીતિ તેને પણ વારસા માં મળી હોય તેમ પહેલીવાર નાગૌર થી ઊભી રહી ને જીત પણ હાંસલ થઈ. જયોતિ ને બાલિકઓ અને ગ્રામીણ સ્વાસ્થ્ય માટે કંઈક કરી જવાનો બુંલંદ ઈરાદો દ્યરાવે છે. રાજસ્થાનમાં પીવાના પાણી ની ખુબ જ મોટી સમસ્યા છે, તેને હલ કરીને લોકો ને ફલોરાઈડ મુકત પીવાનું પાણી મળે તે માટે તેની પાસે એક તૈયાર ફોર્મુલા તથા યોજના છે.

                   આ છે આપણી યુવા સાંસદો ની થોડીક ઝલક, પરંતુ આ બદ્યાં વચ્ચે એક સામ્ય છે કે આ બદ્યા નાં પરીવારોમાં એકાદ સભ્ય રાજનીતિ સાથે જોડાયેલ છે અને તેથી વારસા ગત રાજનીતિ મળી હોય તેમ લાગે છે. તેથી આપણાં મનમાં પણ સવાલ થાય છે કે એક આમ આદમી ને પાર્ટી ટીકીટ કેમ આપતી નથી ? અને જો ટીકીટ આપે તો આપણી પ્રજા એટલે કે આપણે એક આમ આદમી ને મત આપી ને વિજય બનાવી એ ખરા ?!…
                                        કેમકે, આપણે ભારતીયો હંમેશા અભિનેતા-અભિનેત્રી કે ખેલાડી થી આકર્ષાઈએ છીએ, (અને આ વાત નેતાઓ સારી રીતે જાણે છે તેથી પ્રચાર માં હીરો-હીરોઈનો તથા ખેલાડીઓ ને સાથે લે છે અથવા ચૂંટણીમાં ઊભાં રાખે છે અને હીરો-હીરોઈનો તેના બદલામાં પૈસા લે છે)  અને તેનો ભરપુર ફાયદો આ રજકારણીઓ ઉઠાવે છે. જે સમાજસેવાનો ‘ક’ એ ન જાણતો હોય તેવાં હીરો-હીરોઈનો ને કે ખિલાડીને આપણી ભોટ પ્રજા હોંશે-હોંશે અને ખોબલે ખોબલે મત આપી ને વિજયી બનાવી શોભા નાં ગાંઠિયાં ની જેમ વિદ્યાન સભા કે સંસદસંભા માં બેસાડી દે છે.ઓબામા બરાકની જેમ ભારતમાં આમ આદમી સીદ્યો વડાપ્રદ્યાન બને તે વાત આપણે પોતે જ અશકય બનાવી છે. કેમકે, આમ આદમી ને પાર્ટી ટીકીટ નથી આપતી કે આમ આદમી ચૂંટાઈને નથી આવતો તેનું મુખ્ય આ જ કારણ -આપણી આવી માનસિકતા!!  તમારું શું કહેવું છે?..

                                                       

posted in વિશેષ લેખ | 0 Comments

16th June 2009

બાળ મજુરી ! મુરજાતું ફુલ, કચડાતું બાળપણ !!

બાળ વિશ્વદિન ની મોટી-મોટી વાતો કરનારા આપણે તથા સમાજ્નાં કહેવાતા સમાજસેવકો જુઓ આ તસ્વિરો

-અને આ માસુમો ને અને સમજો તેમની મજ્બુરીને ! બાળ મજુરી હજુપણ ભારત માં રહેવાની જ, કેમકે, પેટનો ખાડો પુરવો પડે છે. ગરીબી તેમની મુખ્ય મજબુરી છે, બેકારી અને ગરીબી નો જયાં સુધી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ગમે તેટલા તમે કાયદા બનાવો, કંઇ ફરક પડવાનો નથી! જ્યાં ખાવાનાં ફાફાં હોય ત્યાં ભણવાનું તો ક્યાંથી હોય ?! રમવાનાં અને ભણવાનાં આ દિવસોમાં મજુરી કરી ઘરમાં મદદ રુપ થઈ ને બે ટંક નો રોટલો કાઢવો તેમનાં માટે મુખ્ય જરુરિયાત છે.

-  તેને માટે આપણે જ આગળ આવવું પડશે, શું તમે આવાં બાળકો માટે કંઈક મદદ ન કરી શકો ?

-જો તમારો આત્મા હા પાડતો હોયતો, તમે આટલું જરુરથી કરો .

(૧). તમારાં બાળકો નાં પાછળનાં ધોરણનાં પડેલાં જૂનાં પુસ્તકો, નોટ બુકો, કંપાસ, કલર્સ, દફતર વિગેરે સ્ટેશનરી દાનમાં આપીને… અથવા આ કામ ટ્ર્સ્ટ, સંસ્થાઓ તથા સેવાભાવી મંડળો અથવા તમારી સોસાયટી કે ચાલીના યુવાનો ભેગાં મળીને આ કામ કરી શકે. કચ્છમાં “માનવ જયોત” નામે એક સંસ્થા જબરજસ્ત કામ કરે છે. તેને પોતે આ વાત અમલમાં મુકી દિધી છે. તે સુપેરે પક્ષીઓનાં કુંડાઓ બનાવીને દરેક જાહેર જગ્યાએ કે એર્પાન્ટમેન્ટમાં લટકાવીને પક્ષીઓને પાણી પીવડાવાં જેવું, આપણને નાનું લાગતું આ મોટું કામ આ સેવાભાવી સંસ્થા કરે છે, કોઈપણ પ્રચાર કે પબિલસીટી ની લાલચ વગર !!

(૨). સૌ પ્રથમ તો તમે તમારી આજુબાજુ આવા બાળકો હોય તો તેની માહિતી આપ આપણી રજાનાં દિવસો માં મેળવી ને તેને તમારી બાજુની સરકારી સ્કુલમાં ભરતી કરાવો. તેના માતા-પિતાને મળીને સમજાવો કે જે ખર્ચો થાય તે માટે અમે બેઠા છીએ. તેમને મળતાં સરકારી લાભો વિશે માહિતી આપો. સરકારી સ્કુલોમાં પ્રાથમિક શિક્ષણ મફત મળે છે. માત્ર તમારે તમારો કિંમતી સમય આ માટે આપવાનો છે.

(૩). કન્યાઓ ને સરકારી સ્કુલોમાં એડમિશન વખતે તેમના નામે બોન્ડ/વિકાસપત્ર આપવામાં આવે છે. તમારે માત્ર આવાં બાળકોનાં માતા-પિતાઓને સમજાવવા નાં છે. આંગળી ચીંદ્યાયાનું પુણ્ય તમારે લેવાનું છે !

(૪) વિધા દાન જેવું કોઈ મહાદાન નથી. તે નાનાં ભુલકાં નાં ચહેરામાં તમારા બાળકનો ચહેરો નિહાળો. એકવાર આ સેવાનું કાર્ય કરો, તમારે મંદિર માં રહેલાં ભગવાન ને ત્યાં પછી માથું ટેકવવાં જવાની જરુર કદાચ નહીં પડે!!  અનુભવો કે આ કાર્ય કરવાથી તમાર મન અને આત્મા ને કેટલો સંતોષ મળે છે !!

(૫) તમે ખરેખર મનુષ્ય હોય તો માનવી ની માનવતા બતાવવાનું ભુલતાં નહીં !! આટલું અમલ માં મુકો તો શિક્ષણ અને રાષ્ટ્ર્ બંને ઊંચા આવી જ્શે.

posted in વિશેષ લેખ | 0 Comments

5th June 2009

મરી પરવારી

મરી પરવારી

 

 

ખુરશી ની ખેંચતાણી ને સત્તાની સાંઠમારી છે
હડીયો કાઢતી મોંઘવારી ની હાડમારી છે


આંતક ને આતમ નો આલમ છે
બંદુક ની ગોળીએ વીંદ્યાતી ચીસોની ચિત્કારી છે


લાશો ના ઢગ ખડકી દેવાય છે, દેશનો ટુકડો લેવા
સુલેહથી સુલઝાવાની નાપાકની કયાં સમજદારી છે


નૌકરી ની શોદ્યમાં ભટકે છે દરબદર બેકારો
શનિ ની બેઠી પનોતીની સાડાબારી છે


ટેબલે – ટેબલે છે લાગવગશાહી
લાંચિયાઓની તાનાશાહી ની અમલદારી છે


કમર તોડતાં નિત્ય નવા વેરા ન કરવેરા
અમલદારો ને રાજકારણઓની દિવાળી પરભારી છે


ભૂખમરો ને દારુણ ગરીબીની દબાતી ચીસ
પણ બહેરાકાન ને જાડી ચામડીની અલગારી છે


દ્યૂણતી અંદ્યશ્રદ્વા ને વસ્તીનો વિસ્ફોટ
ભભૂકી ઊઠે તેવી સમસ્યઓની ચિનગારી છે


હાથ પર હાથ રાખી ઠાલા વચનો નો બેઠો બાદશાહ
તેને કટકી ને કૌભાંડોથી ભરી દીદ્યી આલમારી છે


‘પ્રવિણ’ ટેવાઈ ગયા જીવવાનું ઉછીના શ્વાસ લઈને
તેથી જ ખમીર ને ખુમારી લોકો માં મરી પરવારી છે

 

- પ્રવિણ કે.શ્રીમાળી

posted in કાવ્યો | 2 Comments

5th June 2009

પપ્પા, મારે મૂડો કરાવવો છે !!

પપ્પા, મારે મૂડો કરાવવો છે !!

‘કેટલીવાર સુદ્યી છાપું વાંચતાં રહેશો ? જરા અહીં આવો અને તમારી લાડકી દીકરીને ખાવા માટે સમજાવો’ મારી પત્નીએ બૂમ પાડી.

મેં છાપું ટેબલ પર મૂકયું. મા – ર્દીકરી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બંદ્ય કરવા હું ડાઈનિંગ ટેબલની પાસે પહોંચ્યો. ભયથી દ્ય્રૂજી રહેલી દીકરી સિંદ્યુ ડાઈનિંગ ટેબલની ખુરશી પર બેઠી હતી. એની આંખમાં આંસુ વહેતાં હતાં. કારણ હતા તેની સામે રાખેલો દહીં – ભાતથી ભરેલો વાડકો.

સિંદ્યું એક વહાલી અને પ્રેમાળ દીકરી છે અને પોતાની ઉંમરનાં બાળકો કરતાં ઘણી સમજદાર પણ છે. એ આઠ વર્ષની છે અને ખાવામાં દહી – ભાત તેને બિલકુલ પસંદ નથી. આ બાજુ મારી પત્નીને ‘દહીં – ભાત થી કોઠો ટાઢો રહે એ વાતે એટલી મકકમ છે કે ઉનાળાના દિવસોમાં એ સિંદ્યુને દહી – ભાત ખાવા ખૂબ જ દબાણ કરતી રહે છે.

મેં ખોંખારો ખાદ્યો અને વાડકો હાથમાં લેતાં કહ્યું ‘સિંદ્યુ બેટા તું જલ્દીથી પાંચ – છ ચમચી દહી – ભાત ખાઈ કેમ નથી લેતી ? કોઈના નહીં તો પપ્પાને ખાતર તો ખાઈ લે, જો તું આ ખલાસ નહીં કરે તો તારી મમ્મી મારા પર ગુસ્સો કરશે.’

સિંદ્યુ થોડી નરમ પડી અન પોતાના હાથોથી પોતાનાં આંસુ લૂછતાં બોલી ’ઠીક છે પપ્પા હું પાંચ – છ ચમચી નહીં વાડકામાં રાખેલાં બદ્યા દહી – ભાત ખાઈ જઈશ પરંતુ તમારે’ થોડું ખચકાતાં એણે કહેવાનું ચાલુ રાખ્યું, પપ્પા જો હું બદ્યા દહી – ભાત ખાઈ લઉં તો તમે મને હું જે માગું તે આપશો ?‘ હા બિલકુલ’

‘પ્રોમિસ’

‘પ્રોમિસ’. મેં કહ્યું.

મમ્મીને પણ પ્રોમિસ આપવાનું કહો’ એણે ભાર આપતાં કહ્યું.
પત્નીએ લાપરવાહીથી કહ્યું હા, પ્રોમિસ. પરંતુ હું થોડો ગભરાતો હતો કે કદાચ એ એવું કશું ન માંગી લે જે મારા ખિસ્સાંને ભારે પડે અને હું મુશ્કેલીમાં પડી જાઉં. આથી મારી પરિસ્થિતિની ચોખવટ કરતાં મેં કહ્યું ‘સિંદ્યુ બેટા તું કોમ્પ્યુટર કે એવી કોઈ મોંઘી ચીજની માંગણી નહીં કરતી. પપ્પાની પાસે અત્યારે એટલ પૈસા નથી ઠીક છે ?’ ‘નહીં પપ્પા. મને કોઈ મોંઘી ચીજ નથી જોઈતી.’ એનો જવાબ સાંભળી મને રાહતનો અનુભવ થયો. એણે ખૂબ તકલીફથી કચવાતા મને દ્યીરે દ્યીરે બદ્યાં દહીં – ભાત ખાઈ લીદ્યાં

મને એનો ચહેરો જોઈ મારી પત્ની પર ગુસ્સો પણ આવતો હતો કે એ છોકરી પર અન્યાય થઈ રહ્યો છે. એને જબરદસ્તી એ ખાવું પડે છે જે એને બિલકુલ ભાવતું નથી. પોતાની કઠોર પરીક્ષામાં પાસ થયા બાદ તે આશાભરી આંખો સાથે મારી પાસે આવીને ઊભી રહી ગઈઃ ‘હા હવે કહે તને શું જોઈએ છે ?’ મેં પૂછયું. ‘પપ્પા મારે આ રવિવારે ટકો – મૂંડો કરાવવો છે.’ પાગલ છોકરી.’ મારી પત્નીએ ચીસ પાડી ’તું તારું માથું મૂંડાવવા માગે છે ?’

‘બિલકુલ નહીં. આ બદ્યી ટીવીની અસર છે. ટીવી પ્રોગ્રામ્સોએ છોકરાઓનાં મગજ ખરાબ કરી દીદ્યાં છે.’ મારી પત્નીની બૂમાબૂમ ચાલુ રહી. મેં તેને શાંત રહેવા માટે ઈશારો કર્યો. પછી પૂછયું ‘બેટા, તું બીજું કેમ નથી માગતી ? જાણે છે તારા વાળ વગરના માથાને જોઈ અમને કેટલું દુઃખ થશે ? ‘

‘ નહી પપ્પા મને બીજુ કશુ નથી જોઈતું સિંદ્યુ પોતાની જીદ પર અડી રહી. ‘ તું મારી વાત સમજતી કેમ નથી ?’ મેં એને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કર્યો. ‘પપ્પા, તમે જોયુંને કે મેં કેટલી મુશ્કેલીથી દહી – ભાત ખાદ્યાં.’હવે સિંદ્યુની આંખમાં આંસુ આવી ગયાં. ‘તમે તો મને પ્રોમિસ કર્યુ હતું કે તું જે માગશે તે આપીશ અને હવે તમે તમારી વાતમાંથી ફરી રહ્યાં છો. તમે તો મને હંમેશાં કહો છો કે પ્રોમિશ પૂરું કરવું જોઈએ.’ ‘ઠીક છે.’ મેં કહ્યું. ‘તમે પણ શું નાની છોકરીની વાતમાં આવી ગયા.’ મારી પત્નીએ વાયદો તોડવાની કોશિશ કરતા કહ્યું.

હવે મેં એને સમજાવતાં કહ્યું ‘જો આપણે પ્રોમિસ નહીં પાળશું તો એને આપણી શીખવેલી વાતોની દરકાર નહી થાય એટલે એની વાત તો માનવી જ પડશે.’

રવિવારે એને લઈને હું ‘હેરસલૂન’માં પહોંચ્યોં અને એના નરમ મુલાયમ રેશમી વાળ કપાવી દીદ્યા.ટકો કરાવ્યા બાદ તેનો ગોળ ચહેરો અને આંખો વદ્યારે મોટી લાગવાથી તે વદ્યારે સુંદર લાગતી હતી.

પરંતુ મારી પત્ની તેના પર ખૂબ ગુસ્સે હતી. એ આખો દિવસ તેણે સિંદ્યુ સાથે વાત ન કરી. એટલે સુદ્યી કે સોમવારે એને સ્કૂલમાં જવા માટૈ તૈયાર પણ ન કરી. આખરે મારે જ તેને સ્કૂલમાં જવા માટે તૈયાર કરવી પડી ટિફિન પણ તૈયાર કરવું પડયું અને સ્કૂલમાં મૂકવા પણ હું જ ગયો. મારે માટે તો વાળ વગરની દીકરીને તેના કલાસ રુમ સુદ્યી જતી જોવાનો અનુભવ ખૂબ રોમાંચક હતો.

સ્કુલના ગ્રાઉન્ડમાં પહોંચ્યા પછી એણે પાછળ જોઈ મારી સામે હાથ હલાવ્યો.

ઠીક એજ સમયે સિંદ્યુની જ ઉંમરનો એક છોકરો કારમાંથી ઊતર્યો અને તેણે બૂમ પાડી ‘સિંદ્યુજા ઊભી રહે હું પણ આવું છું.’ મને એ છોકરાંની એક વાત ખૂબ નિરાળી લાગી કારણ કે તેના માથા પર પણ વાળ ન હતા.મને લાગ્યું કદાચ પોતાના આ મિત્રને જોઈ મારી દીકરી સિંદ્યુએ પણ ટકો કરાવ્યો હશે. ત્યારે એ જ કારમાંથી એક મહિલા ઊતરી અને મારી નજીક આવીને બોલી ’સર તમારી દીકરીનું દિલ ખરેખર ખૂબ જ મોટું છે જે છોકરો તમારી દીકરી સાથે કલાસ રુમમાં જઈ રહ્યો છે તે મારો દીકરો હરીશ છે તેને ‘લ્યુકેમિયા’(કેન્સર)છે.’ ભીના સાદે તેણે કહ્યું. ‘હરીશ છેલ્લા એક મહિનાથી સ્કૂલમાં નહોતો આવતો. કિમોથેરેપીના કારણે તેના બદ્યા વાળ ઊતરી ગયા છે. કલાસના છોકરા તેની મજાક ઉડાવશે તે બીકે તે સ્કૂલમાં આવવાથી ડરી રહ્યો હતો. ગયા અઠવાડિયે સિંદ્યુજા એની મમ્મી સાથે અમારે ઘરે આવી હતી. તેણે હરીશને પ્રોમિસ કર્યું હતું કે એ સોમવારે સ્કૂલમાં આવે અને એ ને કોઈ હેરાન નહીં કરે. મેં સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે મારા દીકરાને માટે તે પોતાના સુંદર વાળનું બલિદાન કરી દેશે તમે ખૂબ ભાગ્યશાળી છો કે ભગવાને તમને અને તમારી પત્નીને આવું પ્રમાળ હ્ય્દય દ્યરાવતી દીકરી આપી.’ હું જયાં ઊભો હતો ત્યાં જ સ્તબ્દ્ય થઈ ગયો.મારી આંખમાં થી આંસુ વહેવાં લાગ્યાં. મારી નાનકડી પરીએ આજે મને શીખવાડયું કે દુનિયામાં ખુશી એમને નથી મળતી જે પોતાની શરતો પર જિંદગી જીવે છે, પરંતુ તેને મળે છે જે બીજાનાં સુખની ખાતર પોતાની જિંદગીની શરતો બદલી નાખે છે.

( ‘અહા!જિંદગી ‘ ના સપ્ટેમ્બરર્ ૨૦૦૭ નાં અંક માંથી સાભાર )

posted in ટુંકી વાર્તા | 0 Comments

24th May 2009

રોજગારી

રોજગારી

 લેખક – પ્રવિણ કે.શ્રીમાળી

           શહેરના મુખ્ય રોડ પર દ્યમાચકડી મચી ગઈ હતી.જયાં જૂઓ ત્યાં ખાખી વર્દી વાળા નજરે પડતાં હતાં. ડંડા પછાડી - પછાડીને બદ્યા રેકડીવાળા લારીઓવાળા તથા ફૂટપાથ પર પાથરણાં પાથરીને નાની-મોટી ચીજવસ્તઓ વેચતા વેપારીઓને પોલીસ રોડ પારથી આઘા ખસેડતી હતી. જે માનતા નહોતા ને સામે આનકાની કરતાં હતા તેમને થોડા ડંડાનો સ્વાદ પણ પોલીસવાળા ચખાડતા હતા. રેકડીવાળા કે લારઊવાળા ખસવાનું નામ ન લે તો તેમની વસ્તઓ લારઓ પરથી ફેંકીને ઘા કરતા લારીઓવાળાને ખસવું પડતું. પણ ખસી - ખસીને જાય કયાં ? કારણ કે હવે જગ્યા જ નહોતી. વચ્ચે રોડ હતો અને ફૂટપાથ પર પબ્લિકનો જમેલો હતો. હકડેઠઠ ભીડ જામવા માંડી હતી. બે બાજુના રોડ કોસ કરીને પોલીસે ત્યાંથી આવતાં વાહનોની અવર - જવર અટકાવી દીદ્યી અને બદ્યા વાહનોવાળઓને પાછા વળવું પડતું હતું. એમાં વળી રીક્ષાવાળા અને સ્ટલીયા ભરતાં છકડાવાળાઓની હાલત તો એકદમ ખરાબ થઈ ગઈ.પોલીસે રસ્તો બંદ્ય કરી પેસેન્જરોને અદ્યવચ્ચે ઉતાર્યા વગર છૂટકો નહોતો. પેસેન્જરો પછી ભાડું આપવામાં રકઝક કરવા માંડયા.ઘણાં રીક્ષઓવાળઓ ઘણાં પેસેન્જરોને અડદ્યાં રસ્તે ઉતારી દીદ્યાં હોવાથી ભાંડું શાનું મળે ? કહીને ભાડું જ આપયું નહીં. આથી રીક્ષા ડા્રયવરો દ્યૂઆંપૂઆં થઈને આ બધો તમાશો શાનો છે ? તે જોવા એકબાજુ ઊભા રહ્યાં. તેમાં વળી નવી પરિસ્થિતિ ઊભી થઈ હવે તો જે રસ્તો બંદ્ય જોઈને પાછાં વળતા હતાં તેવા વાહનોવાળઓને હવે તો પાછાં વળવું પણ મુશ્કેલ પડી ગયું. કેમકે ત્યાં હવે ટ્રાફિક જામ થઈ ગયો હતો.
                  પરંતુ આ બદ્યી દ્યમાલ શાની હતી ?! દ્યમાલ બદ્યી વડાપ્રદ્યાન વિદ્યાનસભાની ચૂંટણી માટે પોતાની પાટીર્ના અહીં ઊભા રહેલાં ઉમેદવાર માટે પ્રચાર કરવા આવી રહ્યાં હતાં તેની હતી. આથી જે રોડ પરથી શાહી સવારીનો કાફલો પસાર થવાનો હતો તે રોડ પર પોલીસ વ્યવસ્થા કરવા માટે આવી હતી પરંતું અહીં તો અવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. ચાર રસ્તા પડતાં હતા તેમાં બે રસ્તઓ બંદ્ય કરવાથી ત્યાં વાહનેાની લાંબી કતાર લાગી ગઈ હતી. વાહનોવાળાના હોર્ન પર હોર્ન વાગતાં હતાં.
                   અબે હટાના તેરે કો સુનાઈ નહીં દેતા કયાં ? સા’બ જગા નહીં હૈ કયા કરું ? મેરે સર પે ચઢ જાસા… પોલીસવાળા એ એક ખૂણામાં જેમ તેમ કરીને ગોઠવાયેલાં પાણી પુરીવાળાને દ્યમકાવી રહ્યો હતો. અબે એસે નહીં માનેગા તું  ?…તેરો કો દંડ હી કરના પડેગા અરે તિવારી જરા એન.સી.પી. બુક લાના તિવારી પણ આવી ગયો રોકડી કરવા માટે. ચલ અબે ઢાઈસો રુપૈયા નિકાલ સા’બ પૈસા તો એક ભી નહીં હૅ ? દયા કીજીયે સા’બ શામુ કરગરતો રહ્યો ને પોલીસે લારી પર પડેલો પૈસાનો દાબડો ખોલ્યો, પચાસ સાઈઠ રૂપિયાની પરચૂરણ પડી હતી. તે સાવરી લઈને ખાલી દાબડો પછાડયો. ચલ અબ યહ પાનીકી મટુકી ઔર્ યહ પુરીઓકા કબાટ ઊઠા કે વહા સામને કોમ્પલેક્ષ કે અંદર ચલા જા, લારી યહાં હી રહને દે.  - ના છૂટકે શામુને તેમ કરવું પડયું.
               ખાલી પડેલી લારી પર લોકો ચડી ગયા ને વડાપ્રદ્યાન ની ગાડી નીકળવાની રાહ જોવા લાગ્યા. ત્રણ કલાકની દ્યમાલ પછી શાહી સવારી નીકળી. વડાપ્રદ્યાન પોતાની કારમાંથી હાથ કાઢીને લોકોનું અભિવાદન ઝીલી રહ્યાં હતાં.થોડીવાર પછી બાજુના મેદાનેથી લાઉડસ્પીકરમાંથી વડાપ્રદ્યાનનો અવાજ સંભળાવા લગ્યો. શામુનું મોં રડવા જેવું થઈ ગયું હતું. “હમ વાદા કરતે હૈ કે હમ ગરીબી કો હટા દેંગે સબકો હમારી સરકાર આને પર હર એક ઘરમેં સે એક વ્યકિત કો નૌકરી દેગે ઔર બેકારી દૂર કરેંગે. શબકો રોજી - રોટી મિલેંગી કિસીકો ભૂખા નહીં સોના પડેગા રોજગારી કી તકેં બઢાયંગે…” શામુના કાને આ અવાજની સાથે સાથે તેની પત્નીનું ડૂસ્કું અને ત્રણ માસુમ બાળકોના રડવાનો અવાજ અથડાતો હતો. કેમકે આજે તેના ઘરનો ચૂલો સળગવાનો નહોતો.

- પ્રવિણ કે.શ્રીમાળી

posted in ટુંકી વાર્તા | 1 Comment

5th March 2009

યુવા

યુવા
પ્રસરાવી છે મેં પાંખો ને,
ઉડાન ભરી છે મોટી
થયો અહેસાસ ‘યુવા’ હોવાનો,
લાગણી થી છે મોટી

લાગે છે જાણે,
‘સારાં જહાં અબ મેરા’
વિશાળ આકાશ જેવી,
હવે તમન્ના થઈ છે મોટી

અશ્કય ને બનાવવું છે શકય હવે,
હર મોડ પર એક મુશ્કેલીને જીતવી છે મોટી

દરિયાઈ લહેરોને જીતવી છે ચટાન બની,
પડકારોને અમે પડકારીશું, હવે તાકાત છે મોટી

હોય દ્રઢ સંકલ્પ ને દ્રઢ મનોબળ,
‘પ્રવિણ’ લાગે એમ કે આપણે દુનિયા જીતી છે મોટી

                                – પ્રવિણ કે.શ્રીમાળી

posted in કાવ્યો | 0 Comments

28th February 2009

જરીક-જરીક – એક ગઝલ

જરીક-જરીક – એક ગઝલ
 
બંધ મુઠીમાંથી રેત સમયની સરકતી જરીક-જરીક
દિલમાં એકાંત કિનારે ભરતી સરકતી જરીક-જરીક
 
એના ઘરનાં બારસાખે કંકુવર્ણા થાપા જોતો
પાંખો ફફડાવતી સ્મૃતિ સરવળતી જરીક-જરીક
 
તળાવની પાળે, ખેતરને શેઢે સારસ બેલડી ને જોતો
તે મારી ‘ચાહત’ ને થઈ’તી સમજતી જરીક-જરીક
 
ત્યાં તો ઢોલ ધ્રબુકયાં ને રેલાયા શરણાઈનાં સુર
મેં સાંભળીતી માર જ દિલની ચીસ તરડાતી જરીક-જરીક
 
વચ્ચે તે મળતાં પૂછયું’તું, ‘હું હજી યાદ છું તને?’
મોં ચઢાવી ને દબાતે સાદે કહેતી જરીક-જરીક
 
પુંઠ ફેરવી ને તે ઉતાવળી ચાલતી થઈ’તી
પણ મેં જોઈ’તી તેની આંખોને ભીની થતી જરીક-જરીક
 
                                      - પ્રવિણ કે.શ્રીમાળી

posted in ગઝલ | 0 Comments

8th February 2009

ભુલાયેલ પ્રિયતમાને દ્રારે

ભુલાયેલ પ્રિયતમાને દ્રારે
 
સાવ અમથો એ પણ વિવેક કર
મેં લંબાવ્યો છે હાથ, ગ્રહણ કર
 
ભુલથી આવી ચઠયાં છીએ તારે ઊંબરે
જુની ઓળખણની જરા શરમ કર
 
તરસ્યાં છીએ અમે ભવોભવ ની પ્રીતના
નેહભરી આંખોને આમ કોરી ન કર
 
દિલના રણ માં લૂ વાય છે દર્દની
દઝડતા વેણથી કારમાં ઘા ન કર
 

          - પ્રવિણ કે.શ્રીમાળી

posted in ગઝલ | 0 Comments

Powered By Indic IME